બ્રમ્હવિકાસ આયોગ માટે

ચાલો ભૂદેવો આપણા હક માટે

બ્રાહ્મણોની સધ્ધરતા

ભારતીય પરંપરા મુજબ ભણવું, ભણાવવું અને કર્મકાંડ કરવું તેમજ રસોઈના વ્યવસાય સાથે બ્રાહ્મણો સંકળાયેલા છે તેમની પાશે જમીન કે અન્ય મિલકતો ન હોવાને કારણે આર્થિક રીતે સધ્ધરતા પ્રાપ્ત થયેલ નથી

સન્માનથી જીવન નિર્વાહ

બીજા વર્ગની જેમ સન્માનથી પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે રાજ્ય સરકારની સહાય જરૂરી બની છે.

મહિલાઓ, વૃદ્ધો અને વિધવાઓ

બ્રાહ્મણ મહિલાઓ, વૃદ્ધો અને વિધવાઓ માટે આજીવિકાનું કોઈ હુનર ન હોવાને કારણે આર્થિક રીતે નબળાઈ આવી છે.

આર્થિક પરિસ્થિતિ

આરક્ષણના લાભથી વંચિત બ્રાહ્મણમાં મોટા ભાગના વર્ગ ખાનગી કંપનીઓમાં નોકરી કરતો વર્ગ અથવા કર્મકાંડ કરતો વર્ગ છે. ગામડા માં રહેતા બ્રાહ્મણની આર્થિક પરિસ્થિતિ શરૂઆતથી જ નબળી રહી છે.

વૃદ્ધાવસ્થામાં પડતી તકલીફો

કર્મકાંડનો વ્યવસાય કરતા બ્રાહ્મણોને વૃદ્ધાવસ્થામાં પડતી આર્થિક અને સામાજીક તકલીફોનું નિવારણ.

શિક્ષણનું પ્રમાણ

બ્રાહ્મણ સમાજમાં શિક્ષણનું પ્રમાણ છે, પરંતુ આર્થિક રીતે સધ્ધરતા ન હોવાને કારણે વ્યવસાયિક રીતે પછાત રહી જાય છે. આથી ખર્ચાળ ઉચ્ચ શિક્ષણ હોવાને કારણે શિક્ષણમાં પાછળ રહી જાય છે.

બ્રાહ્મણ તેની સાથે

જે બ્રાહ્મણની સાથે 

બ્રાહ્મણોના ઉત્કર્ષ માટે

ગુજરાતમાં વસતા ૬૨ લાખ બ્રાહ્મણોના આર્થિક, શૈક્ષણિક, સામાજિક અને સ્વાસ્થ્ય, સંસ્કૃતિ, ઉત્કર્ષ માટે બ્રહ્મ વિકાસ આયોગ રચવાની માંગ કરવામાં આવેલ છે.

રાજ્ય સરકાર અને અન્ય જાતિઓ

રાજ્ય સરકાર દ્વારા અન્ય જાતિઓને આયોગો, બોર્ડ, કોર્પોરેશનો આપેલા છે. તે મુજબ બ્રહ્મ વિકાસ આયોગની સ્થાપના કરવામાં આવે તેવી માંગ છે.

રાજ્ય સરકાર અને અન્ય જાતિઓ

ગુજરાત સરકારે ક્ષત્રિય ઠાકોર વિકાસ નિગમ, અનુસુચિત જતી વિકાસ નિગમ, આદિવાસી જાતિ વિકાસ નિગમ, માલધારી વિકાસ બોર્ડ, મુસ્લિમ વક્ફ બોર્ડ જેવી સંસ્થાઓની સ્થાપના કરેલી છે, સાથે સાથે પાટીદારો માટે અલગ બોર્ડ કે આયોગની રચના કરવાનું વિચારી રહી છે.

અન્ય રાજ્યો અને બ્રહ્માન સમાજ

આન્ધ્રપ્રદેશ રાજ્યમાં બ્રાહ્મણ ડેવલોપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે. જેમાં બ્રાહ્મણનાઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ જેવી કે અનુદાન, મંદિરના પૂજારીઓને પગાર, બ્રાહ્મણ બાળકોને શિષ્યવૃત્તિ તેમજ અન્ય શૈક્ષણિક લાભ, યુવાનોને સ્વરોજગાર માટે સહાય જેવી યોજનાઓ અમલી બનાવી છે. તેલંગાણા રાજ્યમાં બ્રાહ્મણવિકાસ માટે સરકારે આયોગ સ્થાપીને 100 કરોડ ની ગ્રાન્ટ ફાળવેલી છે. આ સિવાય અન્ય રાજ્યો જેવા કે પંજાબ અને ઉત્તરપ્રદેશમાં પણ આવા આયોગો બનાવવાનું સ્તાનિક સરકાર વિચારે છે.

૬૨ લાખ બ્રાહ્મણોનો હક છે

બ્રહ્મ વિકાસ આયોગ

તેજસ્વી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ માટે

શાળા, કોલેજ, ઉચ્ચ શિક્ષણ માટે નજીવી ફીના ધોરણે અભ્યાસની વિવિધ યોજનાઓ.

અનાથ બ્રાહ્મણ બાળકો માટે

અનાથ બ્રાહ્મણ બાળકોના સર્વાંગી વિકાસ માટેની યોજના.

યુવાનો માટે આર્થીક સહાય

બ્રાહ્મણ યુવાનો માટે આર્થીક સહાય જેમાં વ્યવસાય અને ઉચ્ચ શિક્ષણ માટે ઓછા વ્યાજની લોન, સબસીડી સહિત આપવી.

સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે

નિઃશુલ્ક અથવા ખુબ જ નીજીવી ફી થી ટ્યુશન કળશનું આયોજન.

કર્મકાંડ કરતા બ્રાહ્મણો માટે

સંસ્કૃત પાઠશાળા, ગુરુકુળ નિર્માણ તેમજ બેરોજગાર બ્રાહ્મણયુવાનો માટે કૌશલ્ય વિકાસ અને સર્વાંગી વિકાસ માટેની તાલીમનું આયોજન.

નિઃસહાય બ્રાહ્મણ પરિવારો માટે

ગ્રામ્ય વિસ્તારોમાં જમીન અને શહેરી વિસ્તારોમાં મકાન તેમજ જીવન નિર્વાહ માટે આર્થિક સહાયનું આયોજન.

ગુજરાતના દરેક જીલ્લામાં

આવેલા મંદિરોમાં પૂજાનું કાર્ય કરતા પુજારી બ્રાહ્મણોનો પગાર નક્કી કરી નિયમિત કરવાનું આયોજન.

દરેક જીલ્લમાં

બ્રાહ્મણોના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા માટેના ભવનો નું નિર્માણ કરવાનું.

હવે બ્રાહ્મણ મજબૂર નથી

મજબૂત છે

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ઉપરોક્ત ફાયદાઓ ગુજરાતના બ્રાહ્મણ સમાજ ને થાય તે હેતુસર સરકારશ્રી પાસેથી માંગણીઓ કરવામાં આવેલી છે. આપશ્રી ને અમારૂં નમ્ર નિવેદન છે કે આપશ્રી ગુજરાત સરકારને ભલામણ કરશો તો ગુજરાતના ૬૨લાખ બ્રાહ્મણ આપના ઋણી રહેશે.

બ્રહ્મવિકાસ આયોગ સાથે જોડાવો