સ. ગુ. બ્રહ્મસમાજ રાજ્યકક્ષા, સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ અને ભાગવત વિદ્યાપીઠ દ્વારા આયોજીત મોદક(લાડુ ખાવાની સ્પર્ધા નું)આયોજન ભાગવત વિદ્યાપીઠ ખાતે: સાંજે 6-00 કલાકે કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ ના જયેશ મહેતા 23 લાડુ ખાઈ ને પ્રથમ વિજેતા રહ્યા હતા .મહિલા અને બાળકો સહિત 70 જેટલા સ્પર્ધકો એ ભાગ લીધો હતો.મોટી સંખ્યામાં બ્રહ્મ અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ માટે સમાજ ના મહામંત્રી યજ્ઞેશ દવે પ્રમુખ ચૈતન્યશંભુ મહારાજ,ભરતભાઇ રાવલ ,રાજુભાઇ ઠાકર, હરગોવનભાઈ શીર્વાડિયા, હેમાંગ રાવલ, મનીષભાઈ મહેતા ,રીકેશ ભટ્ટ, સંજયભાઈ,પૃથ્વીભાઈ રાવલ, પાર્થ રાવલ, પૃથ્વી ભટ્ટ, માલવ પંડિત, સહિત મનીષ ત્રિવેદી જગત શુક્લ, અને ઉનમેશભાઈ દીક્ષિતે ભારે જાહોમત ઉઠાવી હતી .સ્પર્ધા બાદ મોટી સંખ્યામાં ભૂદેવો માટે ભોજન લીધું હતું.